Sat,16 November 2024,11:59 pm
Print
header

ગુજરાતમાં નશાનો કારોબાર, સુરતમાંથી ઝડપાયો 1 કરોડ રૂપિયાનો ગાંજો

સુરત: ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું હબ બની રહ્યું છે. સુરત પોલીસને મળેલી બાતમીને આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાંથી એક કરોડ રૂપિયાનો ગાંજો ઝડપી પાડ્યો છે. એક ટ્રકમાં આ ગાંજો લાવવામાં આવી રહ્યો હતો, તે પહેલા જ તે પોલીસના હાથે નશાનો આ સામાન ઝડપી લેવાયો છે  

કચ્છ, દ્વારકા સહિત ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ગયો છે, હવે સુરતમાંથી ગાજાનો જથ્થો ઝડપાઇ ગયો છે. શહેરના પુણા પોલીસ સ્ટેશનની હદમાંથી ગાંજો ઝડપાયો છે.નિયોલ ચેકપોસ્ટ પરથી ગાંજા સાથે અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 37 વર્ષીય અરૂણ સુરતના ડીંડોલીનો રહેવાસી છે, ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સુરતમાં અગાઉ કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પર ડ્રગ્સ મળવાનો કિસ્સો સામે આવ્યો હતો, MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch