Sat,16 November 2024,10:17 pm
Print
header

BIG NEWS- માસૂમ બાળકીને મળ્યો ન્યાય, સુરત દુષ્કર્મ- હત્યા કેસમાં દોષિતને કોર્ટે સંભળાવી ફાંસીની સજા

અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધો હતો

સુરતઃ પાંડેસરામાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરવાના કેસમાં દોષિત ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને પોક્સોના ગુના હેઠળ સજા આપી છે.કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી. 

પાંડેસરામાં મહિના અગાઉ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવ (38 ઉ.વ) ને સોમવારના રોજ કોર્ટે દોષિત ઠેરવી ચુકાદો આજ સુધી મુલત્વી રાખ્યો હતો. 4 નવેમ્બરના રોજ અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને ગુડ્ડુ યાદવ વડોદ નજીક ઝાડીઝાંખરામાં લઈ ગયો હતો, બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસની પકડમાં આવ્યો હતો. 

પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીને કડક સજા થાય તે માટે સરકારી વકીલ નયન સુખડવાલાએ ઉગ્ર  દલીલો કરી હતી. સરકારી વકીલે અલગ અલગ 43 દસ્તાવેજી પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતુ અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું. ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 376A, 376 B લગાવવામાં આવી હતી, વિક્ટિમ કોમ્પન્શેશન ફંડમાંથી પીડિતાનાં માતા પિતાને 20 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch