Sun,17 November 2024,1:08 pm
Print
header

સુરતઃ મકાઇના ડોડાની આડમાં લવાતો હતો દારૂ, લોકડાઉનમાં આર્થિક સંકટ વધતાં રત્નકલાકારે શરૂ કર્યો હતો દારૂનો ધંધો

સુરત: કોરોના વાયરસની મહામારીને કારણે ઘણા લોકોના ધંધા રોજગાર પર અસર થઈ છે.અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ છે જેને કારણે લોકો બેરોજગાર બન્યા છે. આર્થિક સંકટને કારણે હવે સોકો ઉંધા રવાડે ચડી રહ્યાં છે. સુરતમાં દારૂના ધંધાના રવાડે ચડેલો એક રત્નકલાકાર ઝડપાયો છે. મકાઈના ડોડાની આડમાં સેલવાસથી સુરતના કાપોદ્રા સુધી દારૂનો જથ્થો લઈ આવનાર રત્નકલાકારને પોલીસે ઝડપી લીધો હતો. દારૂનો ધંધો કરવાના ઇરાદે તેના બે મિત્રો સાથે મળીને આ દારૂ સેલવાસથી મંગાવ્યો હતો.બે વખત અલગ અલગ સ્થળ ઉપર આ ટેમ્પો છુપાવી રાખવામાં આવ્યો હતો. ત્રીજી વખત બહાર કાઢતા સમયે પોલીસને પકડવામાં સફળતા મળી હતી.

કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, પાસોદરાથી એક સિલ્વર ટેમ્પોમાં મકાઈના ડોડાની આડમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ દારૂ અશ્વનિકુમાર રોડથી રૂપાલી સોસાયટી તરફ જવાનો છે. પોલીસે હીરાબાગ કાપોદ્રા પાસે વોચ ગોઠવીને એક સિલ્વર ટેમ્પોને અટકાવ્યો હતો. પોલીસે ડ્રાઇવર કાપોદ્રામાં સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા જીગર સુધીર સાવલીયાની પૂછપરછ કરી ટેમ્પોમાં તપાસ કરતા અંદર મકાઇના ડોડા હતા, તેની નીચે પુઠાના બોક્સમાં 1.97 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારુની બોટલો મળી આવી હતી.

કાપોદ્રા પોલીસે જીગરની પૂછપરછ કરતા તેને કહ્યું કે અમરોલીમાં રહેતા સુરજ ઉર્ફે કાલુ શાહુ તથા સિદ્ધાર્થની સાથે ભેગા મળીને દારૂનો વેપાર શરૂ કર્યો છે. જીગર હીરાના કારખાનામાં કામ કરતો હતો પરંતુ લોકડાઉનમાં કામ ઓછું થયું હતું. આર્થિક મુશ્કેલી પડતાં તેણે સુરજ, સિદ્ધાર્થની સાથે મળીને દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હતું.

પોલીસે જીગરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે જીગરના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch