Sat,16 November 2024,6:14 pm
Print
header

સુરતમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, અત્યાર સુધીના સૌથી વધુ નોંધાયા કેસ- Gujarat Post

(ફાઇલ તસવીર)

અમદાવાદ બાદ સુરતમાં ફાટ્યો કોરોનાનો રાફડો

સુરતમાં 2500થી વધુ કેસ નોંધાતા હાહાકાર

પોઝિટિવ આવેલા બે લોકોની કતાર અને જર્મનીની ટ્રાવેલ હિસ્ટ્રી

સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. અમદાવાદની સાથે ડાયમંડ નગરી સુરતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. બુધવારે સુરતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે અને અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે શહેરમાં પહેલીવાર 2505 કેસ નોંધાયા અને 228 દિવસ બાદ કોરોનાગ્રસ્ત 3 દર્દીઓના મોત થયા છે.

શહેરના કતારગામ ઝોનના અમરોલી વિસ્તારમાં આવેલી સુરત કો.ઓ.બેન્કમાં 6 સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા બંધ કરાવવામાં આવી છે, તેમજ અન્ય 4 પોઝિટિવ અલગ અલગ બેંકોમાં મળી આવ્યાં છે. બુધવારે બેન્ક કર્મચારીઓ, ડોકટર, વિદ્યાર્થીઓ, ટીચર, સીએ, હીરા વેપારી, પ્રોફેસર, કાપડ માર્કેટ,એમ્બ્રોડરી કામકાજ સાથે સંકળાયેલા સહિત અનેક લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. જે પૈકી બે વ્યક્તિઓની કતાર અને જર્મનીની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

સુરતમાં કોરોનાની બીજી લહેરમાં 23 એપ્રિલ, 2021ના રોજ સર્વોચ્ચ 2321 કેસ નોંધાયા હતા. પ્રથમ લહેરમાં 27 નવેમ્બરે સર્વાધિક 238 કેસ નોંધાયા હતા. સુરતમાં ત્રીજી લહેરે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, તે જોતાં આગામી દિવસોમાં કોરોનાનો વિસ્ફોટ થશે ત્યારે શું સ્થિતિ સર્જાશે તેની કલ્પના જ કરવી રહી. લોકોએ પણ સાવચેત થઇ જવાની જરૂર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch