Sat,16 November 2024,4:10 pm
Print
header

જાણો, સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં PI સહિત 104 કર્મીઓની શા માટે કરાઇ સામૂહિક બદલી- Gujarat Post

વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરો

સુરતઃ સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ કર્મીઓની એક સાથે બદલી કરાતા ખળભળાટ મચી ગયો છે. ટેક્સટાઈલ એસોશિએશનની ફરિયાદોને ધ્યાનમાં લઇને ભાજપના કાર્યકરોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી, જેમાં 7 લોકોને ખોટી રીતે માર મારવાના આરોપ મામલે PI કિકાણી સહિત 104 કર્મચારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે, HCએ પોલીસ કમિશનર અને કેટલાક પોલીસ કર્મીઓને થોડા દિવસ અગાઉ  રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. 

સુરતની સલાબતપુરા પોલીસ સામે 7 લોકોને ખોટી રીતે માર મારવાના આરોપના કેસમાં અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે થઈ ન હતી, ટેક્સટાઈલ એસોશિએશન તેમજ ભાજપના કાર્યકરોએ મળીને આ રજૂઆત હાઈકોર્ટમાં અને હર્ષ સંઘવીને કરી હતી.રાત્રી કર્ફ્યૂ દરમિયાન પોલીસે 7 લોકોને ઢોર માર માર્યો હતો. હાઇકોર્ટે ઘટનાની ગંભીરતાને જોઇને પોલીસ પાસે આ મામલે જવાબ માગ્યો. પરંતુ ત્રણ વખત સમય આપ્યો હોવા છતાં પોલીસે જવાબ રજૂ કર્યો ન હતો.તે બાદ હાઇકોર્ટના કડક વલણને પગલે પોલીસ કમિશરે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરી નાખી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch