(પ્રતિકાત્મક તસવીર)
સુરતઃ પુણા વિસ્તારમાં રહેતી એક યુવતીને સ્કૂલમાં સાથે ભણતા યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ યુવક બેંગ્લોરમાં તેના માતા પિતા સાથે રહેવા જતો રહ્યો હતો 7 વર્ષથી યુવક અવારનવાર પ્રેમિકાને મળવા સુરત આવતો અને તેને વિવિધ હોટલો, ફાર્મહાઉસમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધતો. છેલ્લા ત્રણ મહિનામાં યુવતીને વાતોમાં ભોળવીને લગ્ન કરવાની લાલચ આપી મકાન તથા કાર લેવી છે તેમ કહીને નાણાંની માંગણી કરી હતી. યુવતીએ તેની વાતોમાં આવીને ઘરમાં રહેલા 60 લાખ રૂપિયાના સોનાના દાગીના પણ પ્રેમી યુવાનને આપી દીધા હતા.
યુવતીના પ્રેમપ્રકરણની જાણ તેની બાજુમાં રહેતા અન્ય યુવકને થઈ ગઈ હતી.જેથી તેણે પણ યુવતીના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. પુણા ગામ પોલીસના જણાવ્યાં મુજબ, યુવતી સ્કૂલમાં ભણતી હતી ત્યારે રાજ ઉર્ફે વિકાસ લાલારામ આંજણા પટેલ (રહે, બેંગ્લોર) તેની સાથે અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે 2016 માં મિત્રતા થઈ હતી. અભ્યાસ પૂરો થયા બાદ વિકાસ બેંગ્લોર જતો રહ્યો હતો. યુવતી જે સોસાયટીમાં રહે છે ત્યાં રાજના મામા પણ રહે છે. તે અવારનવાર મામાના ઘરે આવતો અને યુવતીને લગ્નની લાલચ આપીને ફાર્મહાઉસ અને હોટલોમાં લઈ જઈને મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો.
ત્રણ મહિના પહેલા રાજે પ્રેમિકા પાસે મકાન અને કાર લેવા નાણાંની માંગ કરી હતી. પ્રેમમાં અંધ બનેલી યુવતીએ તેના માતા-પિતાની જાણ બહાર ઘરમાંથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ટુકડે ટુકડે કરીને 60 લાખ રૂપિયા-દાગીના કાઢી લઈ રાજને આપ્યા હતા. પરંતુ તે લગ્ન ન કરતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી.ત્યારે એક યુવતીની બે યુવકોએ જિંદગી બરબાદ કરી નાખી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32