Sun,17 November 2024,12:33 am
Print
header

સુરતઃ આ મોલમાં સ્પાની આડમાં ચાલતો હતો ગોરખધંધો, વિદેશી યુવતીઓ સહિત સંચાલકની ધરપકડ

સુરત: પીપલોદના ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ મિસિંગ સેલની રેડ પડતા ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે 5 લલનાઓ અને 2 ગ્રાહક સહિત એક સંચાલક અને માલિકની ધરપકડ કરી છે. પોલીસે કૂટણખાનામાં કામ કરતી થાઈલેન્ડથી આવેલી ચાર યુવતીઓ સામે ડિપોર્ટની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસને બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાની જાણ થતા પ્લાનિંગ કરીને પોલીસે ગુપ્ત રેડ પાડી હતી તમામને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી છે. સાથે લલનાઓ પુરી પાડનાર દલાલ વિજય પાટીલને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે રોકડ રકમ અને મોબાઈલ મળીને 46 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બીજી તરફ પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ કોમ્પલેક્સના પાંચમા માળેથી કૂટણખાનુ ઝડપાયું હતુ. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોમ્પલેક્સના પાંચમા માળે દરોડા પાડ્યા હતા, પોલીસે સંચાલક યોગેશ ડાંગરને ઝડપી પાડ્યો હતો. આ સિવાય પોલીસે થાઈલેન્ડની 6 યુવતીઓને બચાવી લીધી હતી.પોલીસે 13 હજાર રૂપિયા રોકડા, 4 મોબાઈલ સહિત કુલ રૂપિયા 71 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch