Mon,18 November 2024,6:01 am
Print
header

Surat: પોલીસ સ્ટેશન કેમ્પસમાંથી હાડપિંજર મળતા ચકચાર, જાણો વધુ વિગતો

સુરત: શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાંથી રવિવારે બપોરે હાડપિંજર મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ સ્ટેશન કેમ્પસમાંથી હાડપિંજર મળતા ચકચાર મચી ગઈ હતી અનેક પ્રકારની ચર્ચા  શરૂ થઈ છે ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં મજૂરો દ્વારા જપ્ત કરાયેલા વાહનોને હટાવી સાફ-સફાઈની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રિક્ષાઓની વચ્ચે જમીન પરથી એક હાડપિંજર મળી આવ્યું હતું. હાડપિંજરમાં ખોપરી અને કમરથી નીચેનો ભાગ મળી આવ્યો હતો બાકી છાતીનો ભાગ મળ્યો નથી.

હાલમાં માનવ કંકાલનું ફોરેન્સીક પીએમ  કરવામાં આવશે.જોકે આ લાશ કોની છે તે હજી સુધી જાણી શકાયું નથી.પરંતુ આ હાડપિંજર ક્યાંથી અહીં આવ્યું છે કોઈએ હત્યા કરીને અહીં નિકાલ કર્યો છે કે કેમ એ તમામ સવાલોની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્યાર સુધી પોલીસે પુરાવા એકત્રિત કરીને આરોપીઓ સુધી પહોંચતી હતી પરંતુ હવે ખુદ ખટોદરા પોલીસ મથકના પરિસરમાં જ હાડપિંજર મળતા હત્યારો કોણ છે કે પછી લાશ કોની છે તે તપાસવામાં પોલીસ જોતરાઈ છે. ફોરેન્સિક પીએમ બાદ ખબર પડશે કે કેટલા દિવસ પહેલા વ્યક્તિનું મોત થયું છે જો કે હાડપિંજરની ઓળખ માટે DNA સેમ્પલ લઈ રાખવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch