Sun,17 November 2024,4:28 pm
Print
header

અમરેલીના યુવકે બોગસ ID બનાવીને મુંબઈની યુવતીને ફસાવીને દુષ્કર્મ આચર્યું, બિભત્સ ફોટો વાયરલ કર્યાં

સુરતઃ અમરેલીના ઉટીયા ગામના 31 વર્ષીય જીગ્નેશ ઓઝાએ મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય ખ્રિસ્તી યુવતીને ફેસબુક પર ખોટું આઈડી બનાવીને ફસાવી હતી. જે બાદ તેની સાથે શારિરીક સંબંધ બાંધીને તથા વીડિયો કોલિંગના નગ્ન સ્ક્રીન શોટ પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં હતા. આ કેસમાં મુંબઈ પોલીસ માટે વોન્ટેડ આરોપીને સુરત એસઓજીએ દબોચી લીધો હતો.

એક વર્ષ પહેલા મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ડી.જે મેક્સ ઓઝા ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો રતિલાલ ઓઝા સામે બળાત્કાર તથા આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ યુવતી ફેસબુક પર યુવક સાથે પરિચયમાં આવી હતી પ્રેમમાં પડી હતી. યુવાને પ્રેમમાં પડેલી યુવતીને ઘરે મળવા બોલાવી હતી, પોતાનું ખરું નામ જીગ્નેશ ઓઝા હોવાનું જણાવ્યું હતું. યુવતીને લગ્ન કરવાનું જણાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદ તેણે યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતુ. યુવકના વર્તનથી કંટાળીને યુવતીએ સંબંધ તોડી નાંખ્યો હતો. જે બાદ યુવતીના નગ્ન સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા.જે બાદ ફોન નંબર બંધ કરી દીધો હતો સોશિયલ મીડિયા પણ બંધ કરી દીધું હતું. યુવતીને તેના નામ સિવાય સરનામું પણ ખબર ન હતી. આ શખ્સ ગુજરાતી હોવાની માહિતી તથા ફેસબુક એકાઉન્ટનો તેનો એક માત્ર ફોટો હોવાથી મુંબઈ પોલીસે સુરત પોલીસ પાસે મદદ માંગી હતી. આરોપી યુવાનને ફોટોને આધારે ટ્રેક કરી એસઓજીએ ઝડપી પાડ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch