(demo pic)
સુરતઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ (surat crime rate) સતત ઉંચે જઈ રહ્યો છે. રોજ હત્યા સહિતના ગુનાખોરીના બનાવ બની રહ્યાં છે, આ બાબત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં (harsh Sanghvi home town) કાયદાની કથળેલી વ્યવસ્થાની (law and order) ચાડી ખાય છે.શહેરમાં એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે.ફ્રૂટની લારી પાસે ઉભા રહેવા બદલ પિતાએ પુત્રને ઠપકો આપ્યો હતો. જેને લઈ ગુસ્સામાં આવીને પુત્રએ પિતાની ચાર આંગળી કાપી નાંખી છે.
કાપોદ્રા વિસ્તારમાં પુત્રએ ચપ્પુથી હુમલો કરી પિતાના ડાબા હાથની ચાર આંગળી કાપી નાંખતા ચકચાર મચી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની સોનુ સમાનંદ વાનીયા (ઉ.વ.50) પરિવાર સાથે કોપોદ્રામાં રહીને ફૂટનો ધંધો કરે છે. તેઓ વેચવા માટે દ્રાક્ષ લાવ્યા હતા. બુધવારે તેમણે પુત્રને ઘર પાસેના રોડ પર લારી ઉભી રાખીને દ્રાક્ષ વેચવા ઉભો રાખ્યો હતો. પુત્ર લારી રેઢી મુકીને ક્યાંક જતો રહ્યો હતો. થોડા સમય બાદ પરત ફરેલા પુત્રને પિતાએ ઠપકો આપતાં તે ઉશ્કેરાયો હતો, લારી પર પડેલા ચપ્પુથી પિતા પર હુમલો કર્યો હતો.
પુત્રએ અચાનક કરેલા હુમલાથી બચવા જતા પિતાએ ડાબો હાથ આડો કરતાં ચપ્પુ વાગતા ચાર આંગળી કપાઈ ગઈ હતી.ઘટના બાદ પિતાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.કાપોદ્રા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03