Sun,17 November 2024,7:20 am
Print
header

સુરતમાં 17 વર્ષની કિશોરીના અર્ધનગ્ન ફોટો મેળવીને યુવક કરતો હતો બ્લેકમેલ, કિશોરી પાસેથી પડાવ્યાં રૂ. 50 હજાર

આરોપી ધ્રુવ સુરતીનો ફોટો

સુરતઃ જહાંગીરપુરામાં રહેતી 17 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને એક યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટો મેળવીને કિશોરીને બ્લેકમેલ કરતો હતો, તેના મિત્ર સાથે મળીને 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા.જેમાં આરોપીને અન્ય મિત્ર પર સાથ આપી રહ્યો હતો. બે યુવકો બ્લેકમેલ કરતા કિશોરી ઘરમાં જ ચોરી કરી હતી. આખરે બ્લેકમેલથી કંટાળીને કિશોરી ઘરેથી ગુમ થઇ ગઇ હતી, શોધખોળ બાદ તે મળી આવી હતી અને પરિવારને તમામ હકીકત જણાવી હતી. ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જહાંગીરપુરામાં રહેતી કિશોરી (ઉ.વ 17) 12 માં ધોરણમાં ભણે છે. 2019 માં સોશિયલ મીડિયાથી કિશોરીની મિત્રતા આરોપી ધ્રુવ પ્રકાશ સાથે થઈ હતી. તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સોશિયલ સાઇટ પર કિશોરીએ તેના અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યાં હતા. બાદમાં ધ્રુવે કિશોરીને બ્લેકમેલ કરીને રૂપિયા માંગતા ઘરમાં કોઈને પણ કહ્યાં વગર 10 હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા. બાદમાં કિશોરીએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો. ધ્રુવે આરોપી કાર્તિક પરેશ સુરતીની આઈડી પરથી કિશોરીનો સંપર્ક કરીને બીજા 15 હજાર પડાવ્યાં હતા. કિશોરીએ પરેશને પણ બ્લોક કરી દીધો હતો. ધ્રુવે કિશોરીની પિતરાઈ બહેનના માધ્યમથી અમિતાનો સંપર્ક કર્યો હતો. ધ્રુવે ફરી બ્લેકમેલ કરતા બીજા 25 હજાર કિશોરીએ ધ્રુવને આપ્યાં છતા આરોપીઓએ બ્લેકમેલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. કિશોરીએ ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch