Mon,18 November 2024,5:40 am
Print
header

સગાઇના 4 દિવસ પહેલા જ અંજલીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી, પરિવાર આઘાતમાં

સુરતઃ રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે વધુ એક યુવતીએ જિંદગી ટૂંકાવી દીધી છે. બારડોલીના લુભા ગામમાં 24 વર્ષીય અંજલીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે અંજલીની આગામી 15 તારીખના રોજ અમદાવાદના યુવાન સાથે સગાઇ હતી સગાઇના ચાર દિવસ પહેલા જ તેને આ પગલું ભરતા પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે.

મધ્યપ્રદેશના મૂળ ગિરીવરસિંહ આ ગામમાં રહે છે અને એક શોરૂમમાં વોચમેનની નોકરી કરે છે તેમની પુત્રીએ આ પગલું ભર્યું છે. જ્યારે તેઓ નોકરી પર હતા અને પત્નીએ મંદિર જવા અંજલીને બૂમો પાડી ત્યારે રૂમમાંથી કોઇ અવાજ આવ્યો ન હતો આખરે શંકાસ્પદ લાગતા માતાએ રૂમમાં જઇને જોયું તો તેમની લાડલી પુત્રીની લાશ પંખા પર લટકી રહી હતી.તેમને બૂમાબૂમ પાડતા પાડોશીઓ અહીં આવી પહોંચ્યાં હતા અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી હાલમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની વધુ વિગતો હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch