Sun,17 November 2024,5:11 am
Print
header

સુરતમાં સાધુને મેથીપાક, સ્વામિનારાયણના સાધુએ દેવીનું અપમાન કરતા ભક્તોએ માર્યો માર

રોષે ભરાયેલા ભક્તો સાધુ ઉપર તૂટી પડ્યાં 

સુરતઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સ વર્ણન કરતા મોટો વિવાદ થયો છે. સ્વામિનારાયણ સાધુનો માતાજી પ્રત્યેનો વર્ણન કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાતા ભક્તોએ તેમનો વિરોધ દર્શાવ્યો છે. સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે બિભત્સ વર્ણન કરતા વિવાદ થયો છે.

સ્વામિનારાયણ સંતે માતાજીના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી ભાવિકોની લાગણી દુભાવતા તેમની સામે ભક્તોમાં રોષ ફેલાયો છે. માતાજીનું અપમાન કરનાર સ્વામીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. માતાને સ્વર્ગની અપ્સરા ગણાવીને ખોટી રીતે ઈતિહાસ રજૂ કરી અપમાનિત કરનાર સાધુ સુરતનો હોવાની જાણ થતા ભાવિકો ઉમટ્યા હતા. મંદિરમાં જઈને વિવાદિત સાધુને પકડી પાડ્યો હતો. વિવાદિત સ્વામીને મેથીપાક ચખાડતા CCTV ના દ્રશ્યો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બાદમાં મંદિરના લોકો ભેગા થતા મામલો શાંત પાડ્યો હતો. સ્વામી દ્વારા માતાજી માટે અભદ્ર શબ્દો બોલવા મામલે માફી માંગી હતી, જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch