Mon,18 November 2024,10:10 am
Print
header

હવસખોર ભૂવો, 21 વર્ષીય યુવતી જેણે મામા કહેતી હતી તેણે જ દાસી બનાવી દુષ્કર્મ આચર્યું

સુરત: રાંદેર વિસ્તારમાં યુવતીને દાસી બનાવીને દુષ્કર્મ આચરનાર ભૂવાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસના હાથમાં આવેલા હવસખોર ભૂવાએ 21 વર્ષીય યુવતીને પોતાની દાસી બનાવી રાખી હતી. દુષ્કર્મની ફરિયાદ કર્યાં બાદ ભૂવાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જે બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. 

સુરતના ઉગત આવાસ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ 40 વર્ષીય બિપીન ગોવિંદ સોંધરવા સામે દુષ્કર્મની ફરિયાદ આપી હતી.આરોપી ભૂવાનું કામ કરે છે અને તેણે યુવતીને દાસી બનાવીને હવસનો શિકાર બનાવી હતી. યુવતી આરોપીને મામા કહેતી હતી. ભૂવો પહેલા અડાજણ વિસ્તારમાં રહેતો હતો ત્યારે યુવતીના પિતાએ ભૂવાની પત્નીને બહેન માની હોવાથી તેની ત્યાં અવર જવર રહેતી હતી. યુવતીની માતાનું અવસાન થતા પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા.યુવતીને તેની સાવકી માતા સાથે ફાવતું ન હોવાથી તેને આરોપી ભૂવો જ્યાં રહેતો હતો ત્યાં રહેવા જતી રહી હતી.

2018માં ભૂવાની પત્નીનું નિધન થયા પછી તે ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. જે બાદમાં ભૂવાએ યુવતીનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. ભૂવાએ યુવતી સાથે લગ્ન કરી લેવાનું કહીને તેનું શોષણ ચાલુ રાખ્યું હતું,જે બાદમાં યુવતીને તરછોડી દીધી હતી. આ મામલે યુવતીએ હવસખોર બિપીન સોંધરવા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch