Fri,18 October 2024,4:57 pm
Print
header

સુરતઃ વરાછામાં કાદવની નદી વહી ! રોડ અને લોકોના ઘરના વોશ બેશિંગમાં કાદવ ભરાતા લોકોમાં રોષ

સુરતઃ હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલ નગર સોસાયટીમાં નદીની જેમ કાદવ વહેતા આશ્ચર્ય જનક દ્રશ્યો સામે આવ્યાં છે, વિઠ્ઠલ નગર સોસાયટીમાં લોકોના ઘરોમાં વોંશ બેશિંગમાંથી કાદવ બહાર આવી રહ્યો છે. સોસાયટીની ગલીઓમાં કાદવનું સ્તર વધતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે.

કાદવને કારણે લોકોમાં આક્રોશ 

રસ્તાઓ પર વાહનો લપસી રહ્યાં છે

વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે.મેટ્રોની કામગીરી સમયે સોસાયટીમાં કાદવના થર થઈ ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા લોકો ઈંટોની પાર બનાવી રહ્યાં છે.કાદવથી વાહનોને બચાવવા લોકો પ્રયાસ કરી રહ્યાં છે. હીરાબાગ સર્કલની આસપાસ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને કામગીરી થઈ રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવી રહ્યો છે તેના પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત હોવાનું લોકો કહી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch