Mon,18 November 2024,11:17 am
Print
header

ધોરણ- 10માં અભ્યાસ કરતા પુત્રએ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો, તમે કારણ જાણીને ચોંકી જશો

સુરતઃ વેસુ વિસ્તારમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પિતાએ સાયકલ ન ચલાવવા બાબતે ઠપકો આપતાં દીકરાએ ઘરે જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વેસુમાં આવેલા ફ્લોરેન્સ હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા વિકાસ ઝુનઝુનવાલાના પુત્ર તનુષે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યાર્નના વેપારી એવા વિકાસભાઈએ પુત્રને સાઇકલ ચલાવવાની જગ્યાએ અભ્યાસમાં ધ્યાન આપવા અંગે ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતાં દીકરા તનુષે આપઘાત કરી લીધો છે.

વિકાસભાઈને એક દીકરી બાદ નાનો દીકરો હતો. તનુષ ભણવામાં હોશિયાર હતો. હાલ લોકડાઉન બાદ સ્કૂલ જતો હતો પરંતુ સાયકલ ચલાવવામાં વધુ ધ્યાન હોવાથી પિતાએ ઠપકો આપ્યો તેને કારણે તનુષે લાગી આવતા આપઘાત કરી લીધો હતો. એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch