Mon,18 November 2024,3:32 am
Print
header

સુરતના સ્મશાનનું હચમચાવી દેતું ચિત્ર, અંતિમવિધિ કરવા માટે લાગી લાંબી લાઈન

સુરતઃ એક બાજુ રાજકોટ શહેરમાં હોસ્પિટલમાં કોરોના વાયરસથી મૃત્યું પામતા લોકો અને સ્મશાનમાં થતી અંતિમવિધિના આંકડાઓમાં હકીકત કંઈક જુદા જ દેખાઇ રહ્યાં છે. બીજી તરફ સુરત શહેરમાં અંતિમવિધિ કરવા માટે લાંબી લાઈનો લાગી છે. કોરોનાએ પોતાનું ખતરનાક સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં રાતોરાત વધારો થઈ રહ્યો છે. મહામારીના એક વર્ષ બાદ પણ સ્થિતી ભયાનક જ છે.

સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતા તંત્ર તેમજ આરોગ્ય તંત્રની ચિંતામાં એકાએક વધારો થયો છે. આ વીડિયો કોઈને પણ હચમચાવી શકે છે. સુરત શહેરના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈન લાગી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૃતદેહની અંતિમવિધિ માટે લાંબી લાઈન જોઈને કોઈને પણ ડર લાગી શકે છે.પાલિકા તંત્ર તરફથી જાહેર કરવામાં આવતા મોતના આંકડા અને સ્મશાનગૃહના આંકડાઓમાં મોટા ફેરફાર દેખાઇ રહ્યાં છે.

કોરોના વાયરસની સારવાર માટે સરકારી તો ઠીક પણ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. બીજી તરફ સ્મશાનમાં મૃતદેહોની લાઈન લાગી છે. સત્તાવાર રીતે 4થી 5 મોત જાહેર કરવામાં આવે છે. જ્યારે જુદા જુદા સ્માશનમાં 75થી વધારે દર્દીઓના અંતિમ સંસ્કાર થઇ રહ્યાંનું ચર્ચાઇ રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ લાઈનમાં બેઠા છે જ્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લાઈનમાં પડ્યા છે. છેલ્લા ચારથી પાંચ દિવસથી કોરોનાના કેસ વધતા સ્મશાનમાં પણ ક્યારેય જોયું ન હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે. 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન અનેક લોકોના મોત થયા છે. જેનો પુરાવો સ્મશાનમાં રહેલા ચોપડા છે. અશ્વિની કુમાર, ઉમરા અને જહાંગીરપુરામાં અંતિમ સંસ્કાર માટે સૌથી વધારે લાઈન જોવા મળી હતી. સૌથી વધારે લાઈન અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં જોવા મળી હતી. કોરોનાની ગાઈડલાઈન્સ અનુસાર અંતિમવિધિ થઈ રહી છે. ત્રણેય સ્મશાનમાં દૈનિક આવતી બોડી કરતા છેલ્લા થોડા સમયથી આવતા મૃતદેહમાં વધારો થયો છે.

કોરોના સિવાય અન્ય મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે પણ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ચારથી પાંચ દિવસથી 90થી 100 મૃતદેહ આવી રહ્યાંનું ચર્ચાય રહ્યું છે. સ્મશાનમાં પણ વેઈટિંગ હોવાથી અંતિમક્રિયા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. વધતા જતા મૃતદેહોના કારણે આવું બની રહ્યું છે. શબશૈયા ખાલી ન હોવાને કારણે કલાકો સુધી રાહ જોવી પડે છે. ખાનગી હોસ્પિટલમાં દરરોજ 25થી વધારે કોવિડના દર્દી અંતિમ શ્વાસ લઈ રહ્યાં હોવાના રીપોર્ટ છે. જેને કારણે સ્મશાનમાં મોટી સંખ્યામાં લોકોને પોતાના સ્વજનોની વિધિ માટે રાહ જોવી પડે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch