Mon,18 November 2024,3:02 am
Print
header

સુરતઃ કરંટ લાગતા પતિ અને બાળકોની નજર સામે મહિલાનું મોત, બચાવોની બૂમો પાડતી રહી પણ..

સુરતઃ અડાજણના ભાઠા ગામમાં ઘરના વાડામાં કામ કરતી મહિલા ઉપર વીજતાર પડ્યો હતો. આ તાર મહિલાના ગળામાં વીંટળાઈ જતા મહિલા તેના પતિ સહિતના લોકોની નજર સામે જીવતી સળગતી ગઇ હતી. મહિલાએ બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી પણ ચાલુ વીજલાઈનના કારણે કોઈ બચાવી ન શક્યું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

સુરતમાં વીજ કંપનીની બેદરકારીને લઈને એક મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના અડાજણ ખાતે આવેલ ભાઠા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની મહિલા ભાવનાબેન પોતાના વાડામાં કામ કરી રહ્યાં હતા.તેમના મકાન પરથી પસાર થતો ડીજીવીસીએલની લાઇનનો જીવતો વાયર ભાવનાબેન પર તૂટીને તેમના ગાળામાં વીંટળાઈ જતા જમીન પર ઢળી પડ્યા હતા.

ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ હોવાના કારણે ભાવનાબેન સળગવા લાગ્યા હતા અને પોતે બચાવા માટે બૂમો પડતા રહ્યા હતા. બૂમો પાડતા આખું ફળિયું ભેગું થઈ ગયું હતું, પણ કરંટ ચાલુ હોવાથી તેમને બચાવી શકાયા ન હતા, આ ઘટનાને લઈને ભાવનાબેનનું તેમના પતિ અને બાળકો સામે મુત્યુ નીપજ્યું હતું

ઘટનાની જાણકારી મળતા ડીજીવીસીએલ ની ટીમ અને પોલીસ 30 મીનિટ બાદ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજ લાઇન બંધ કરાતા ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. તંત્રની બેદરકારીને લઇને તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch