Mon,18 November 2024,8:16 am
Print
header

મહિલા દિવસ પર આવા હાલ.. સુરતમાં પતિએ ઘરમાંથી કાઢી મુકતા પત્ની ઝેરી દવા પીને પહોંચી પોલીસ સ્ટેશન

મહિલા PSI હોસ્પિટલ લઇ ગયા, સારવાર કરાવી  

સુરતઃ મહિલા દિવસે પણ મહિલાઓ પરના અત્યારચારનો સિલસિલો યથાવત છે. સુરતમાં મહિલા દિવસે જ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વંદા મારવાની ઝેરી દવા પી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતા મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

અડાજણ વિસ્તારમાં રહેતી આ મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. દરમિયાન સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લીધો હતો. પતિ સહિત સાસરિયાંઓએ ઘરમાંથી કાઢી મૂકતા અને બે વર્ષના પુત્રને લઈ લેતા મહિલા ભાંગી પડી હતી.ત્યાર બાદ ઝેરી દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં જમીન પર ઢળી પડતાં મહિલા પીએસઆઈ તત્કાલિક અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.

મહત્વનું છે કે અમદાવાદમાં હજુ આયેશાએ વીડિયો બનાવીને પતિના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના તાજી જ છે. આયેશાએ અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch