Sun,17 November 2024,12:59 pm
Print
header

ટ્રેલરે એક્ટિવાને અડફેટે લેતા મહિલા TRBનું મોત, માથા પરથી ટ્રેલર ફરી વળતાં માથું કચડાયું

સુરતઃ વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલરે એક્ટિવા સવાર મહિલા TRBને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થઇ ગયું છે. ટ્રેલર જય માં સંતોષી એજન્સીનું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ટ્રેલરચાલક સંદીપ બિંધની અટકાયત કરીને જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલા TRBનું નામ પ્રીતિબેન પ્રવીણભાઇ ચૌધરી છે. તેઓ સવારે ફરજ પર જતાં પહેલાં માતાને પગે લાગીને નીકળ્યાં હતા.પરંતુ તેમના પરિવારે વિચાર્યું પણ નહીં હોય તે તેમની દિકરી તેમને છોડીને જતી રહેશે. મૃતક મહિલાના પિતાનું સાત વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. નાની બહેન અને માનસિક બીમાર માતાની જવાબદારી પ્રીતિબેન ઉઠાવી રહ્યાં હતા.હવે માતા અને બહેનનો આર્થિક સહારો જ અકસ્માતમાં છીનવાઈ ગયો છે.

પ્રીતિબેનને નોકરીના બે જ વર્ષ થયાં હતાં. પ્રીતિબેન લગભગ બે મહિનાથી જ પાલનપુર પાટિયા નજીક નોકરી કરતા હતા. તેઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી TRBમાં જોડાયા હતા. તેઓ સવારે પ્રીતિ વરિયાવ જહાંગીરપુરા થઈને પોતાના નોકરીના સ્થળ પાલનપુર પાટિયા જઇ રહ્યાં હતા. ટ્રેલરે અડફેટે લઈને તેમને કચડી નાખ્યાની વાત સાંભળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલમાં પોલીસ આ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch