Sun,17 November 2024,4:20 pm
Print
header

પત્નીની લાચારીઃ સુરતમાં પતિનું મોત થયા બાદ 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસી રહેવું પડ્યું !

સુરતઃ શહેરમાં એક મહિલાના પતિનું મોત થયા બાદ તે 17 કલાક સુધી પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી, લોકો પાસે મદદ માગતા કોઈએ મદદ પણ કરી ન હતી, મહિલાની આર્થિક સ્થિતી સારી ન હતી જેથી તેને લોકો પાસે મદદ માગી હતી. અંતે સામાજિક સંસ્થાઓએ મહિલાની મદદ કરી હતી.

ઉના પાટિયા વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું મોત થયું હતું. મૃતદેહને વતન લઇ જવા માટે પત્ની પાસે રૂપિયા ન હોવાથી 17 કલાક સુધી તે પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી. તેણે ઘણા લોકો પાસેથી મદદ માગી પણ તેની મદદ કોઈએ કરી નહીં. ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કર્યાં બાદ પોલીસને જાણ કરી હતી. પત્નીના જણાવ્યાં મુજબ તેના પતિને દારૂ પિવાની આદત હતી. તે બપોરે ભોજન કર્યાં બાદ સુઈ ગયો હતો પછી ઉઠ્યો જ ન હતો. કોરોનાને કારણે પરિવારની આર્થિક સ્થિતી પહેલાથી જ કથળી ગઈ હતી. 

પત્ની મૂળ ઝાંસીની રહેવાસી છે. એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે તેના પતિનું મોત થયું હતું. ઘટના વિશે પત્નિએ તેના સંબંધીઓને ફોન કર્યો તો તેમણે કહ્યું કે મૃતદેહ લઈને તે ઝાંસી આવી જાય, પરંતુ તેની પાસે રૂપિયા ન હોવાથી આખો દિવસ તે અને તેનો બાળક પતિના મૃતદેહ પાસે બેસી રહ્યાં હતાં. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch