Sat,16 November 2024,4:33 pm
Print
header

કહ્યું વિધી અટકશે તો તારા પતિનો ખેલ ખતમ.. સુરતમાં ભૂવાએ પરિણીતાના ન્યૂડ ફોટો લઇને આચર્યું દુષ્કર્મ- Gujarat Post

(demo pic)

પાખંડીઓ પાસે જતાં પહેલા ચેતજો

તારો પતિ અને સંતાન ગાંડા થઈ જશે કહીને પરિણીતાને કરી નાખી બરબાદ 

ભૂવો પરિણીતાના કૌટુંબિક દીયરનો કાકો સસરો

સુરતઃ આજે 21મી સદીમાં (21st century) પણ ઘણા લોકો દોરા-ધાગા કરતાં ભૂવામાં માને છે અને તેનો અંજામ પણ ખતરનાક જ આવે છે.ડાયમંડ નગરી સુરતમાં (diamond city surat) એક પરિણીતાને ભૂવાએ વિધિ અટકશે તો તારો પતિ મરી જશે તેમ કહીને કપડાં ઉતરાવ્યાં બાદ નગ્ન ફોટા પાડી લીધા હતા. જે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. આખરે પરિણીતાની સહનશક્તિ ખૂટી જતાં પરિવારજનોને આ બધી વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, પાખંડી ભૂવા સામે ફરિયાદ નોંધાવી હતી.

સરથાણામાં (sarthana) આધેડ ભુવાએ 42 વર્ષીય પરિણીતાને વિધી કરવાના બહાને એકલી રૂમમા બોલાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાનો પતિ જમીન લે-વેચનું કામ કરે છે. તેને એક દીકરો અને એક દીકરી છે. પાંચ વર્ષ પહેલા તેનો પરિચય આરોપી મનજી ઉર્ફે મનસુખ માંડાણી (રહે.વિશાલનગર સોસાયટી, સરથાણા જકાતનાકા) સાથે થયો હતો. જે પરિણીતાના કૌટુંબિક દિયરનો કાકો સસરો થાય છે. તેણે ભૂવાજી તરીકે ઓળખ આપી હતી.

2016માં મનજીએ પરિણીતા અને તેના પતિને જણાવ્યું હતું કે તમારું મકાન નડતરરૂપ છે. તમે મકાન બદલી નાખો એવું કહેતા પરિણીતાએ ગુરૂની આજ્ઞા છે એવું માનીને ઘર બદલી નાખ્યું હતું. ફેબ્રુઆરી 2020માં મનજીએ પરિણીતાને કહ્યું કે તારા પર વિધિ કરવી પડશે નહીં તો તારો પતિ અને સંતાન ગાંડા થઈ જશે. પરિણીતા વિધિ માટે તૈયાર થતા મનજીના ઘરે ગઈ હતી.જ્યાં ભૂવાએ વિધિ કરવાના બહાને પરિણીતાના કપડા ઉતાર્યાં હતા. પરિણીતાએ વિરોધ કરતા તેણે વિધી અધૂરી રાખશે તો તારો પતિ મરી જશે તેમ કહ્યું હતું. ભૂવાએ તેની સાથે દુષ્કર્મ કરીને તેના નગ્ન ફોટા પાડી લીધા હતા. તેણે ધમકી આપી હતી કે જો આ વાત કોઇને કરશે તો મારી મોહિની વિદ્યા તારું અને તારા પતિનું ધનોત-પનોત કરી નાખીશ. ત્યાર બાદ ફોટોના આધારે પરિણીતાને બ્લેકમેલ કરી વારંવાર પોતાની હવસ સંતોષતો હતો. હાલમાં પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch