Sat,16 November 2024,7:25 pm
Print
header

લાલબત્તી સમાન કિસ્સોઃ સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ બાદ યુવકે કપલ બોક્સમાં બાંધ્યા શરીર સંબંધો - Gujarat Post

(Demo Pic)

પહેલા સગીરાને બહેન બનાવીને બાદમાં કર્યું કૃત્ય

વાયરલ વીડિયો સગીરાના પિતાના મિત્ર પાસે પહોંચતા ઘટના બહાર આવી

યુવકે ગભરાવાની જરૂર નથી મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે તેમ કહીને આચર્યું દુષ્કર્મ 

સુરતઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવાની સાથે ગેરઉપયોગના કિસ્સા વધી રહ્યાંં છે. સૌથી વધારે ગેરઉપયોગ બીજાને બદનામ કરવા માટે થાય છે. ડાયમંડ નગરી સુરતમાં સગીરા સાથે યુવકે ફ્રેન્ડશિપ કર્યાં બાદ કપલ બોક્સમાં લઈ જઈને શરીર સંબંધ બાંધીને તેનો વીડિયો ઉતારી વાયરલ કર્યાંની ઘટના સામે આવી છે.વીડિયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી પરંતુ તેણે નહીં સ્વીકારતા વીડિયો વાયરલ કરી દીધો હતો. સરથાણા પોલીસે તરુણીના મિત્ર વીડિયો વાયરલ કરનાર મિત્ર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરતા વ્યક્તિની પુત્રી માતાને ઘરકામમાં મદદ કરે છે. ગત શનિવારે સવારે રત્નકલાકારને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીનો વીડિયો મોકલું છું, તે જોવાય તેવો નથી, તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વીડિયો રત્નકલાકારની પત્નીએ જોયો તો તેમાં તેમની પુત્રી નગ્નાવસ્થામાં છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી.રત્નકલાકારે તે છોકરા વિશે પૂછ્યું તો પુત્રીએ તેની ઓળખ બે વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા તરીકે આપી હતી.

મિત્રતા થયા બાદ યુવકે પહેલા સગીરાને બહેન બનાવી હતી, બાદમાં અવારનવાર વાત કરી આઠ મહિના અગાઉ કોઈકની પાસેથી મોબાઈલ નંબર મેળવી વ્હોટ્સએપ પર મેસેજ કરીને મળવા બોલાવી હતી. સગીરા મળવા નહીં જતા ફરી મેસેજ કરી મળવા બોલાવતા બંને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યાં હતા.ત્યાં યુવક સગીરાને એક કાફેમાં લઈ ગયો હતો. પણ કાફે બંધ હોવાથી સચિને તેના મિત્ર કિશન ડાભીને બોલાવતા તે બાઈક લઈને આવ્યો હતો. સચીને સગીરાનો ઇન્કાર છતાં પોતાની બાઈક પર બેસાડી હતી અને કિશન પોતાની બાઈક પર તેમની પાછળ આવ્યો હતો. કિશને સરથાણા જકાતનાકા સ્થિત અવધ વાઇસરોયના ધ હાર્ટ ટુ હાર્ટ કાફેમાં કપલ બોક્સ બુક કરાવ્યું હતું અને નીચે ઉતરી ગયો હતો.કપલ બોક્સમાં સગીરાનો ઇન્કાર છતાં સચિને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો,તેનો વીડિયો પણ બનાવી દીધો હતો.અડધો કલાક બાદ તેઓ બહાર નીકળ્યાં ત્યારે સગીરાએ ખોટું થયું તેમ કહ્યું તો સચીને કહ્યું  કે ગભરાવવાની જરૂર નથી મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યાંં છે. ત્યારે આ કિસ્સાથી પીડિતાના માતા-પિતા આઘાતમાં ચાલ્યાં ગયા છે.   

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch