Sat,16 November 2024,2:15 am
Print
header

ધ્રાંગધ્રાના દુદાપુર ગામે અઢી વર્ષનું બાળક બોરમાં પડ્યું, તંત્રએ રેસ્ક્યૂં કરીને બાળકનો જીવ બચાવ્યો- Gujarat Post

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં 500 ફૂટ ઊંડા બોરમાં અઢી વર્ષનું માસૂમ બાળક પડી ગયું હતું.બોરવેલમાં ફસાયેલા માસૂમને 40 મિનીટમાં જ રેસ્ક્યૂં કરીને બચાવી લેવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા આર્મી ટીમ અને ફાયરબ્રિગેડ ટીમ આવીને લગભગ 40 મિનીટમાં માસૂમ બાળકનું રેસ્ક્યૂં કરીને બહાર કાઢવામાં આવ્યું હતું.બાળકને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં રહેતા મુનાભાઈનો અઢી વર્ષનો શિવમ રમતાં રમતાં બોરમાં પડ્યો હતો,  ઘટનાની જાણ ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમને કરતા ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ધ્રાંગધ્રા આર્મીની મદદ લેવામાં આવી હતી. 40 મિનીટમાં બાળકને રેસ્ક્યૂં કરીને જીવિત બહાર કાઢવામાં આવ્યું હતુ, બાળકને  સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ઓક્સિજન સહિતની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની તબિયત સ્થિર છે.

બાળકના પિતા મુન્નાભાઇએ જણાવ્યું કે, હું વાડીમાં મજૂરી કામ કરી રહ્યો હતો. મારી પત્ની રસોઇ બનાવી રહી હતી, મારો દિકરો શિવમ બહાર રમી રહ્યો હતો. રમતા રમતાએ ઊંડા બોરવેલમાં પડી જતાં રડવાનો અવાજ સાંભળીને અમે દોડી ગયા હતા. ખેતરના માલિકને જાણ થતા તેમને પોલીસને જાણ કરી હતી. આર્મી સહિતના લોકો આવીને મારા બાળકનો જીવ બચાવ્યો હતો. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch