Sun,17 November 2024,2:01 pm
Print
header

કેવી રીતે ભણશે ગુજરાત ? સુરેન્દ્રનગરના આ ગામમાં ધોરણ 11 માટે એક જ વર્ગખંડ હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

શાળામાં ધોરણ- 11 માટે એક જ વર્ગખંડ છે અને વર્ષોથી સડલા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યાં છે

ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા સૌથી વઘારે વિદ્યાર્થીઓ પાસ થયા ધોરણ 11માં વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં ન આવી

શાળામાં વર્ગખંડની સાથે શિક્ષકોની ઘટ હોવાનો શાળાના આચાર્યનો દાવો

સુરેન્દ્રનગરઃ કોવિડને કારણે ધોરણ 10માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવાની સાથે સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ શિક્ષણ વિભાગની બેદરકારી છે કે ધોરણ 11ના વર્ગોની અને શિક્ષકોની સંખ્યા વઘારવામાં આવી નથી. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સડલા ગામમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11માં પ્રવેશ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓ પૈકી 50 થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશથી વંચિત રહેતા તેમના શિક્ષણને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ સ્થિતિ માત્ર એક જ ગામની નહીં પણ સમગ્ર રાજ્યમાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સડલા ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11 માં પ્રવેશથી વંચિત 50 થી વધુ વિદ્યાર્થીઓની રજૂઆત કરવા માટે સ્થાનિક આગેવાનો શાળાના આચાર્ય પાસે આવ્યાં હતાં. અહી ધોરણ 11નો એક વર્ગ છે અને તેમાં 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે પણ બીજા વર્ગની મંજૂરી ન મળવાને કારણે અન્ય 50 વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ શાળામાં માત્ર વર્ગખંડની જ નહીં પણ શિક્ષકોની પણ ઘટ છે.જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખુદ શાળાના આચાર્ય સ્વીકારે છે કે તેમની શાળામાં શિક્ષકોની ઘટ છે વર્ગખંડ પણ અપુરતા  છે. 

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આવી સ્થિતિ માત્ર એક ગામની નથી પરંતુ ગુજરાતના અન્ય ગામોમાં પણ આવી જ સ્થિતિ છે. આ માટે શાળાના આચાર્ય સ્વીકારે છે કે ધોરણ 10ના પરિણામ બાદ એ સ્પષ્ટ હતુ કે ધોરણ 11માં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાના વર્ગો કે શિક્ષકોની સંખ્યા વધારવામાં નથી આવી, રાજ્ય સરકાર એક તરફ એવો દાવો કરે છે કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ છે. હકીકત એ છે કે રાજ્યમાં શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch