Thu,14 November 2024,12:33 pm
Print
header

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ, 2 લોકોનાં મોત બાદ પોલીસ કાફલો ઉતારી દેવાયો

સુરેન્દ્રનગરઃ ચુડાના સમઢિયાળા ગામમાં બે જ્ઞાતિઓ વચ્ચે જમીન બાબતે મોટી જૂથ અથડામણ થઇ હતી. આ બંને જૂથોએ તલવાર અને ધારિયા લઇને મારામારી કરી હતી, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા, 2 લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.  ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ ચુડા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ચુડાના સમઢિયાળા ગામમાં જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે તલવાર અને ધારિયા લઇને તૂટી પડ્યાં હતા. જેના લીધે 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ બનાવમાં દલિત સમૂદાયના પ્રેમજી પરમાર અને મનુ પરમાર નામના આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યાના બનાવને લઈ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થઇ ગયા હતા.

એક જ પરિવારના દલપભાઈ કાનાભાઈ, અલાભાઈ પામાભાઈ પરમાર, સાતાબેન પામાભાઈ પરમાર, મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, નંદનીબેન મનોજભાઈ પરમારને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ ભારે તંગદિલી સર્જાતા ડી.વાય. એસપી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch