Sat,21 September 2024,8:14 am
Print
header

કાયદો- વ્યવસ્થાની સ્થિતી કથળી, હવે સાયલામાં 28 વર્ષીય પાટીદાર યુવક પર લુખ્ખા તત્વોએ ડમ્પર ચડાવી દીધું

સુરેન્દ્રનગરઃ ગઈકાલે પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઇ હતી. આજે સાયલામાં 28 વર્ષીય યુવક પર લુખ્ખા તત્વોએ ડમ્પર ચડાવીને હત્યા કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.યુવકની હત્યાને લઇને પટેલ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પુત્રના મોતને લઇને પરિવારમાં માતમ છવાયો છે. પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. સાયલામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાનો યુવક વિશાલ પટેલ (ઉં.વ 28) ઉપર ડમ્પર ચડાવીને હત્યા કરવામાં આવી છે.પરિવારના જણાવ્યાં અનુસાર અંગત અદાવતમાં ધમકી મળ્યાં બાદ આજે ડમ્પરની અડેફેટે વિશાલનું મૃત્યુ થયું છે. ગઈકાલે વિશાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી સાયલા પોલીસ સ્ટેશન ખાતે વિશાલ પટેલ ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. પરંતુ પોલીસે વિશાલની ફરિયાદ લીધી ન હતી આજે વિશાલ પર ડમ્પર ફરી વળતા પરિવાર પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે.

નોંધનીય છે કે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાના વડગામમાં 19 વર્ષીય રાહુલ લક્ષ્મણભાઈ ઠાકોર નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી તેના પર હુમલો કર્યો હતો. રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહર કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch