ઝારખંડઃ સસ્પેન્ડેડ IAS પૂજા સિંઘલના 5 દિવસના રિમાન્ડ પૂરા થતા તેને ફરીથી કોર્ટમાં લઈ જવામાં આવી હતી. અને તેના CA સુમન કુમારને ફરી એકવાર 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પૂજા પર મનરેગા ફંડમાં ગોટાળાનો આરોપો છે. ખાણ- ઉદ્યોગ સચિવ IAS અધિકારી પૂજા સિંઘલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મનરેગા કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.તેની પૂછપરછમાં EDને ચોંકાવનારી બાબતો મળી છે.
EDના અધિકારીના જણાવ્યાં અનુસાર પૂજા સિંઘલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા તે સમયે તેની પાસેથી મળેલા દસ્તાવેજો ચોંકાવનારા છે, EDએ કોર્ટના રજિસ્ટ્રાર જનરલને સીલબંધ કવરમાં સબમિટ કર્યાં છે.
કોણ છે IAS પૂજા સિંઘલ
પૂજા સિંઘલ ઝારખંડ કેડરના 2000 બેચની IAS અધિકારી છે. તે 21 વર્ષની ઉંમરે આઈએએસ બન્યાં હતા, નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા બદલ તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું હતુ. પૂજા સિંઘલે 20 વર્ષમાં ઝારખંડમાં અલગ-અલગ હોદ્દા પર સેવા આપી છે. તેના પર ભ્રષ્ટાચાર સહિતના અનેક ગંભીર આરોપો છે. પરંતુ અનેક વખત સરકારે તપાસ બાદ તેને ક્લીનચીટ આપી હતી.
પૂજા સિંઘલનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. તેને બે લગ્ન કર્યાં છે, પ્રથમ લગ્ન ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી રાહુલ પુરવાર સાથે થયા હતા, 12 વર્ષ પછી બીજા લગ્ન બિહારમાં રહેતા બિઝનેસમેન અભિષેક ઝા સાથે થયા હતા. તે રાંચીની પલ્સ હોસ્પિટલના એમડી છે. તે પણ આ કૌભાંડોમાં સામેલ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32