Fri,15 November 2024,9:54 pm
Print
header

રાયગઢથી મળેલી બોટને લઇને નવો ખુલાસો, શસ્ત્રો ભરેલી આ બોટ જતી હતી યુરોપ– Gujarat Post

(બોટની તસવીર)

રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગુરુવારે એક શંકાસ્પદ બોટ મળી આવી હતી.બોટમાંથી એકે-47, કેટલીક રાઇફલ્સ અને મોટી સંખ્યામાં કારતૂસ મળી આવ્યાં હતા. આ બોટ રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર બીચ પર મળી હતી. હરિહરેશ્વરનો દરિયાકિનારો મુંબઈથી 200 કિમી અને પુણેથી 170 કિ.મી દૂર છે.

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે આ બોટ એક ઓસ્ટ્રેલિયન નાગરિકની છે અને તે યુરોપ તરફ જઇ રહી હતી. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર દરિયામાં બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું અને તે હરિહરેશ્વર બીચ પર પહોંચી ગઇ હતી . આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

બોટમાંથી ત્રણ એકે-47 રાઇફલ્સ મળી આવી  હતી. અડધી તૂટેલી હાલતમાં ભરતીના કારણે હોડી કોંકણ તટ તરફ આવી હતી. કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. એટીએસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તેના પર કામ કરી રહી છે. જો જરૂર પડશે તો વધારાના દળો તૈનાત કરવામાં આવશે. ફડણવીસે કહ્યું કે, કોઈ આતંકી એંગલની પુષ્ટિ થઈ નથી. અમે કોઈ પણ વાતનો ઈન્કાર નથી કરી રહ્યાં. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. 

અગાઉ દરિયાઇ માર્ગે આવેલા આતંકીઓએ મુંબઈમાં 26/11 એ હુમલો કર્યો હતો.તેવી જ રીતે આતંકી કાવતરાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. શું આ બોટમાં કોઈ આવ્યું હતું અને જો તે આવ્યું હતુ તો તે ક્યાં છે ? તેની તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch