Mon,18 November 2024,5:47 am
Print
header

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ હનુમાનજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતાં રોષ, જાણો શું કહ્યું ?

ભૂજઃ હિંદુ દેવ-દેવીઓ વિશે વિવાદાસ્પદ નિવેદનો કરવાની વધુ એક ઘટના સામે આવી છે આ નિવેદન સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કર્યું છે. ભૂજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં તેમણે રામભક્ત હનુમાનજી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ખાનગી ભક્તિ ચેનલના કથા કાર્યક્રમમાં સ્વામી અક્ષરમુનિજીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે હનુમાનજી ભગવાન નથી પણ એક સંત છે તે ભગવાનને ભજી ભજીને પૂજનીય બની ગયા છે. સ્વામી અક્ષરમુનિજીના આ વિવાદાસ્પદ નિવેદનના કારણે હનુમાનજીના ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે.

આ બાબતે એક વ્યક્તિએ અક્ષરમુનિ સ્વામીને ઓનલાઇન એક સવાલ પૂછ્યો હતો ત્યારે આ સવાલના જવાબમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અક્ષરમુનિએ જણાવ્યું હતું કે, હનુમાનજી એક મહાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા છે એટલે તે સંત છે તેઓ ભગવાન રામના ભક્ત છે તેઓ ભગવાન નથી.તેમણે ભગવાનને ભજી ભજીને એટલો રાજીપો મેળવ્યો છે કે, ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યાં છે. આમ નારદજી છે, શુકજી છે અને સનકાદિકો છે. આ બધા હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છે  તેઓ પૂજાય છે પરંતુ તેઓ ભગવાન નથી તેઓ ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે એટલે એ સંત છે. તેમને સંત જ કહી શકીએ, બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના ઉત્તમ ભક્ત કહી શકાય પણ હનુમાનજી મહારાજ છે એમને ભગવાન ન કહી શકીએ. ત્યારે તેમના આ નિવેદન પર હવે હોબાળો થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch