Mon,18 November 2024,5:51 am
Print
header

Taj Mahal ની મુલાકાત લેવી મોંઘી પડશે, ટિકિટના ભાવમાં થઈ શકે છે તોતિંગ વધારો

આગ્રાઃ વિશ્વની સાત અજાયબીમાં સામેલ આગ્રાના પ્રસિદ્ધ તાજ મહેલની મુલાકાત લેવાની દરેકને ઈચ્છા હોય છે. કલાકારીના અદભૂત સ્થાપત્યને નિહાળવા દેશ-વિદેશ માંથી અનેક પ્રવાસીઓ આવે છે. પરંતુ હવે તેને નિહાળવા માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, પ્રવાસીઓ માટે તાજ મહેલની ટિકિટના ભાવ વધારવામાં આવી શકે છે. હાલ ભારતીય પ્રવાસીઓ પાસેથી 250 અને વિદેશીઓ પાસેથી 1300 રૂપિયા લેવામાં આવે છે. આગ્રા ડિવિઝનલ કમિશ્નર અમિત ગુપ્તાએ જણાવ્યું, એડીએ દ્વારા મુખ્ય ડોમમાં પ્રવેશ માટે 200 રૂપિયા ચાર્જની દરખાસ્ત મુકવામાં આવી છે. એએસઆઈ દ્વારા અલગથી 200 રૂપિયા હાલ વસૂલવામાં આવે છે.

તાજ મહેલનું નિર્માણ મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદમાં કરાવડાવ્યું હતું. તે મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.ગત વર્ષે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે આ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવ્યાં હતા.આ સિવાય અનેક વિદેશી હસ્તીઓ આ સ્થળની મુલાકાત લઈ ચુકી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch