Fri,15 November 2024,11:05 pm
Print
header

અફઘાનિસ્તાનમાં ફિદાયીન હુમલામાં 14 લોકોનાં મોત, તાલિબાન સમર્થક મુલ્લા મુજીબનું પણ મોત- Gujarat Post

અફઘાનિસ્તાનઃ હેરાત પ્રાંતમાં નમાઝ દરમિયાન મોટો વિસ્ફોટ થયો હતો. તાલિબાનના સૌથી ઊંચા મૌલવી મુલ્લા મુજીબ ઉર રહેમાન અન્સારીનું મોત થઇ ગયું છે.આ ઘટના ગાઝારાઘ શહેરમાં બની છે. ગયા મહિને તાલિબાનના એક મોટા નેતાની હત્યા કરવામાં આવી હતી. આ હુમલા પાછળ ISISના ખોરાસન ગ્રુપ (આઈએસકેપી)નો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાલિબાને હજુ સુધી આ વિશે કોઈ માહિતી આપી નથી.

ગાઝાઘરની મસ્જીદમાં શુક્રવારની નમાઝ ચાલતી હતી તે સમયે એક બ્લાસ્ટ થયો હતો. મુલ્લા મુજીબ આ મસ્જિદના મુખ્ય ઈમામ હતા. આ ફિદાયીન હુમલો હતો અને તેમાં બે લોકો સામેલ હતા.બીજો ધડાકો ત્યારે થયો જ્યારે લોકો અહીથી બહાર દોડી રહ્યાં હતા.મુલ્લા મુજીબ થોડા કલાકો પહેલા હેરાતમાં એક આર્થિક સંમેલનમાં ભાગ લીધા બાદ સીધા મસ્જીદ પહોંચ્યા હતા. તેમના સેક્રેટરીએ આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

મુલ્લા મુજીબને તાલિબાનના સૌથી ક્રૂર નેતાઓમાંના એક માનવામાં આવતા હતા.તે છોકરીઓના શિક્ષણ અને તેમના ઘરેથી બહાર નીકળવાનો સખત વિરોધ કરતા હતા.બે મહિના પહેલા તેમને એક ફતવો બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતુ કે, "જો કોઈ તાલિબાન શાસનનો વિરોધ કરે છે અથવા તેના નિયમોનું પાલન નથી કરાતુ તો સજા ફક્ત તેનો શિરચ્છેદ કરશે." ખાસ વાત એ છે કે આ ફરમાન કે ફતવાને મુજીબના અંગત અભિપ્રાય તરીકે તાલિબાનના પ્રવક્તા દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતુ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch