Wed,13 November 2024,12:51 pm
Print
header

9 લોકોના જીવ ગયા છંતા તથ્યના પિતાને કોઇ ફરક નથી પડતો !! આ વાત સાંભળીને તમે પણ ઉકળી ઉઠશો

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને 9 લોકોની હત્યા કરનારા તથ્યના પિતાને કોઇ ફરક જ નથી પડતો. પોલીસે ગુરુવારે તથ્ય પટેલ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમાં કોર્ટે આઇપીસીની માનવ વધની કલમ 308 ઉમેરવાની મંજુરી આપતા કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. એફએસએલ અને જેગુઆર કાર સહિતના મહત્વના રિપોર્ટ ચાર્જશીટમાં સામેલ કર્યા છે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે.

આ દરમિયાન હવે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ ગાડી તો ઠોકાતી રહે, ગભરાવાની જરૂર નથી તેમ કહેતા સાંભળવા મળે છે. આ ક્લિપ ક્યારની છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, 'આજીવન કંઇ ના થાય.... આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને... 19- 20 વરસના છોકરાઓથી આવું કોક દિવસ થઇ જાય.. એમાં કંઇ બહુ ટેન્શન નહીં કરવાનું... ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરની દિવાલમાં કાર ઘૂસાડી દીધી હતી તે સમયની આ ક્લીપ હોવાની ચર્ચા છે.

ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને ભરખી જનારા આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે હવે મૃતક પરિવારજનોમાં પણ જોરદાર રોષ છે, આ લોકોને કંઇ ફરક નથી પડતો, 9 લોકોના જીવ ગયા છંતા તેમના મોંઢા પર કોઇ પસ્તાવો જ નથી, પિતા-પુત્રને કડક સજા થાય તેવી માંગ કરાઇ છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch