Sat,21 September 2024,8:36 am
Print
header

હવે હત્યારા તથ્ય પટેલનું બચવું મુશ્કેલ ! જેગુઆર કારના રિપોર્ટમાં થયા આ ઘટસ્ફોટ

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોને કચડીને પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે, તથ્ય પટેલની જેગુઆર કારનો યુકેથી રિપોર્ટ આવી ગયો છે, જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ મુજબ જ્યારે જેગુઆર કાર બ્રિજ પર હતી ત્યારે 137 KMની સ્પીડમાં હતી. તથ્ય પટેલે કારનું એક્સિલેટર પૂરું દબાવેલું હતું, કાર રોકાઈ ત્યારે તેની સ્પીડ 108 કિમીની હતી. જેથી 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી. તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ પણ ન હતો કર્યો તેવું જેગુઆર કારના રિપોર્ટમાં સામે આવ્યું છે. જેથી તથ્યની ગુનાહિત માનસિકતા જેગુઆરના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ છે.હવે આ રિપોર્ટ પોલીસ કોર્ટમાં પણ રજૂ કરશે, જેથી પુરાવા મજબૂત થશે.

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોનો જીવ લઇ લેનારા તથ્ય પટેલના રિમાન્ડ પુરા થયા બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડિમાં મોકલી આપ્યો છે. જેલમાં તેનો કેદી નંબર 8683 મળ્યો છે, તેના પિતા પ્રજ્ઞેશ પટેલનો કેદી નંબર 8626 મળ્યો છે, આરોપી પિતા-પુત્રને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. આરોપીઓ પૂછપરછમાં સહકાર ન આપતા હોવાનું પણ પોલીસનું કહેવું હતુ.

બીજી તરફ મૃતકોના પરિવારજનોમાં આક્રોશ છે, આરોપીઓને ઝડપથી કડકમાં કડક સજા આપવાની જોરદાર માંગ થઇ છે, જે માટે પોસ્ટર્સ સાથે પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch