Mon,18 November 2024,2:57 am
Print
header

રોષે ભરાયા શિક્ષકો, સ્મશાનમાં મૃતદેહો ગણવાની આપી દીધી જવાબદારી

સુરતઃ ગુજરાતમાં સુરતમાં કોરોનાથી હડકંપ મચી ગયો છે સતત નવા કેસ આવી રહ્યાં છે મોતનો આંકડો પણ વધી રહ્યો છે બે જ દિવસમાં 250 લોકોનાં મોતની આશંકા છે આ બધાની વચ્ચે હવે શિક્ષકોને સ્મશાનમાં મૃતદેહો ગણવાની જવાબદારી અપાઇ છે, ત્રણ શિફ્ટમાં તેઓએ સ્મશાનમાં રહીને મૃતદેહોનો ડેટા ભેગો કરવાનો રહેશે.

સુરત કોર્પોરેશને પોતાના કર્મચારીઓની જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને આ કામ સોંપી દીધું છે જેથી શિક્ષકોમાં પણ રોષ છે અગાઉ પણ શિક્ષકોને તેમની જવાબદારીના કામ સિવાય જુદા જુદા કામ સોંપવામાં આવ્યાંના અનેક કિસ્સા છે.સુરતમાં કોરોનાથી અનેક લોકોનાં મોત થઇ રહ્યાં છે જેથી કોર્પોરેશનનું કહેવું છે કે સ્મશાનમાં કોઇ અવ્યવસ્થા ન થાય તે માટે શિક્ષકોને આ જવાબદારી આપવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch