Sat,16 November 2024,8:02 pm
Print
header

ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષકનું હાર્ટઅટેક આવતાં થયું નિધન- Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

અરવલ્લીઃ ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ 13 ટકા જેટલું મતદાન થયું છે. દરમિયાન અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષક દિનેશભાઇ પરમારનું નિધન થયું છે. શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં તેઓ ફરજ બજાવતા હતા ત્યારે હાર્ટ અટેક આવતાં  તેમનું નિધન થયું છે.તેઓ મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા.

દિનેશભાઇ પરમારને ફરજ દરમિયાન મતદાન મથક પર હાર્ટઅટેક આવતા તેમની તબિયત લથડી હતી જેથી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. પરંતુ તેમને બચાવી શક્યા ન હતા. તેમનું મોત થઇ જતાં મતદાન કેન્દ્ર અને સાથી કર્મીઓમાં તથા તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે.

છોટાઉદેપુરના કવાંટ તાલુકાના જાંબલીમાં મતદાન કર્યાં બાદ નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ કહ્યું કે જ્યાં ચૂંટણી છે ત્યાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતીને આવનારા ઉમેદવારો ગામડાનો, તાલુકાનો વિકાસ કરે તેવી આશા રાખું છું. ઉપરાંત ગ્રામ પંચાયતની જેમ જ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગ કરી હતી.

ગુજરાતમાં આજે 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મંગળવાર 21 ડિસેમ્બરે મત ગણતરી થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch