Sun,17 November 2024,1:44 pm
Print
header

શિક્ષકની પત્ની અને બે બાળકોએ ઘઉંમાં નાખવાના પાવડરને બોર્નવીટા સમજીને પીધો ને પછી..

(પ્રતિકાત્મક તસવીર)

અમરેલી: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે બાળકોએ રમત દરમિયાન ઘંઉમાં નાંખવાનો પાવડર બોર્નવીટા સમજીને પી લીધો, જેને કારણે તેમની તબિયત લથડી હતી.જે બાદ માતાએ પણ પાવડર ચાખતાં તેમને પણ ઝેરી અસર થતાં ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા 

આ અંગે શહેરના રામેશ્વર બંગ્લોઝમાં રહેતા અને ધારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હિરેન પ્રવીણભાઈ નિમાવત (ઉ.વ.32)એ જાહેર કર્યાં મુજબ પાંચેક દિવસ પહેલા રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ તેમની 4 વર્ષીય પુત્રી અને 10 માસનો પુત્ર મકાનના બીજા માળે રમતા હતા.તે સમયે ખુણામાં ઘઉંમાં નાંખવાનો પાવડર પડ્યો હતો તેને બોર્નવીટા સમજીને પીધો હતો.

જે બાદ તેમની પત્નીએ પણ પાવડર ચાખ્યો હતો. ત્રણેયની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જો કે હાલમાં તેમની તબિયત સ્થિત છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch