Sun,17 November 2024,3:31 am
Print
header

ભારતની T-20 વર્લ્ડકપમાં સતત બીજી હારથી ક્રિકેટ ચાહકોમાં રોષ, કોહલીના નિવેદન પર ભડક્યાં ફેન્સ

અમે છેલ્લી બે મેચ એક ટીમ તરીકે નથી રમ્યા: કોહલી

નવી દિલ્હીઃ ટી- 20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ફ્લોપ શો ચાલુ છે. પહેલા પાકિસ્તાન સામે હાર અને હવે રવિવારે સુપર 12 સ્ટેજની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટથી કારમી હાર થઈ છે. તેની સાથે ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની છે. ટી 20 વર્લ્ડકપમાં ભારતની હાર થતાં જ લાખો ક્રિકેટ ચાહકો રોષે ભરાયા છે.

પાકિસ્તાન સામે હાર બાદ બધાને એમ હતુ કે ટીમ ઈન્ડિયા પલટવાર કરશે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે ભારતના ધૂરંધરો રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા પાણીમાં બેસી ગયા. ભારતની હાર બાદ ફેન્સે ટવીટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

મેચ બાદ કોહલીએ કહ્યું ન્યૂઝીલેન્ડે પ્રથમ ઓવરથી જ અમારા પર દબાણ બનાવ્યું હતું. આ ખૂબ ખરાબ દિવસ હતો. અમે બેટિંગ કે બોલિંગમાં સારો દેખાવ કરી શક્યા નથી, કોહલીએ કહ્યું જ્યારે તમે ભારત માટે રમો છો ત્યારે ફેન્સને જ નહીં ખેલાડીઓને પણ અપેક્ષા હોય છે. ભારત માટે જે ખેલાડીઓ મેચ રમે છે તેમણે મજબૂતીથી વિરોધી ટીમને જવાબ આપવો જોઇએ, કોહલીએ એમ પણ કહ્યું કે, અમે છેલ્લી બે મેચ એક ટીમ તરીકે નથી રમ્યા. જો ટીમ તરીકે રમ્યા હોત તો અપેક્ષાનું દબાણ ન હોત. તેના આ નિવેદન પરથી ટીમમાં વિખવાદ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન બીજા, ન્યૂઝીલેન્ડ ત્રીજા, નામીબિયા ચોથા, ભારત પાંચમા અને સ્કોટલેંડ છઠ્ઠા ક્રમે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch