Sun,17 November 2024,3:58 pm
Print
header

ઘોઘંબામાં સગીર પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈને આપઘાત, બંનેના પરિવારનું હૈયાફાટ રૂદન

ઘોઘંબાઃ સગીરો પણ પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી રહ્યાં છે આવી એક ઘટના પંચમહાલ જિલ્લામાં બની છે. સગીર પ્રેમી પંખીડાના આપઘાત બાદ બંનેના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સમાજ તેમનો પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી બંનેએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઘોઘંબા તાલુકાના ખરોડ ગામમાં ડામોર ફળિયામાં રહેતા સેંગાભાઇ રાઠવાનો સગીર પુત્ર અને ખરોડ ગામના જ ધનભાઇ રાઠવાની સગીર દીકરીના મૃતદેહ તેમના ઘર નજીક ડુંગર તરફ જવાના રસ્તા પર આંબલીના ઝાડ પર લટકતા મળી આવી આવ્યાં હતા. બન્ને સગીરના એક જ ઓઢણી વડે ગળેફાંસો ખાધેલા મૃતદેહને ગ્રામજનોએ જોતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં.

બંને મૃતકોની ઓળખ થતાં તેમનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બન્ને સગીરનાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું અને આક્રંદનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.બનાવની જાણ થતાં જ રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપ્યા હતા તેમજ આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch