Sat,16 November 2024,8:11 am
Print
header

અમદાવાદ: ભાડુઆતે મકાન માલિકની છરીના ઘા ઝીંકીને કરી હત્યા- Gujarat post

આજથી છ વર્ષ પહેલાં કિશનને ઓરડી ભાડે આપી હતી

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આરોપી કિશન ઝડપાઇ ગયો

અમદાવાદ: સામાન્ય ભાડાની તકરારમાં ભાડુઆતે મકાન માલિકની ગળું દબાવીને અને છરીના ઘા ઝીંકીને હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા ભાડુઆતની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીએ હત્યાની કબૂલાત કરી લીધી છે. આરોપી કિશન ધનાલાલે વૃદ્ધ મકાન માલિકની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દીધી હતી. છેલ્લા 6 વર્ષથી મકાન માલિક કરશનભાઈની ઓરડીમાં રહેતો કિશનને ભાડા મામલે તકરાર થઈ હતી. જેમાં મકાન માલિક કરશનભાઈ ગુસ્સે થઇ કિશનને ગાળો બોલ્યા હશે. બસ આ જ વાતને લઈ કિશનએ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ગત્ત સાંજે મેમનગરના ગોપાલનગરમાં જાહેર રોડ પર કિશને વૃદ્ધ કરશનભાઈનું ગળું દબાવીને, પેટ અને ગળાના ભાગે છરીના ધા ઝીકીને હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો.જો કે પોલીસના હાથે આરોપી કિશન ઝડપાઇ ગયો છે.

આરોપી મૂળ રાજસ્થાનનો છે પરંતુ ધણા સમયથી અમદાવાદમાં રહી છૂટક મજૂરી કરતો હતો

પોલીસ પૂછપરછમાં ભાડાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હત્યા કરવા માટે છરી પણ બહારથી લાવ્યો હતો. પોલીસ તપાસમાં કરશનભાઈને મેમનગર ગોપાલનગરમાં પોતાની ઓરડીઓ છે જેમાં રહેવા માટે ભાડે આપતા હતા. આજથી છ વર્ષ પહેલાં કિશનને ઓરડી ભાડે આપી હતી જે બાદ થોડા દિવસ પહેલા ભાડા બાબતે તકરાર થઈ અને કરશનભાઈએ કિશનને ઓરડી ખાલી કરવાનું કહ્યું અને ખરાબ વર્તન કર્યું હોવાથી હત્યા કરી દીધી હતી.

પોલીસે હત્યા કરનારા ભાડુઆત કિશનની ધરપકડ કરી છે. આરોપી મૂળ રાજસ્થાનનો છે પરંતુ ધણા સમયથી અમદાવાદમાં રહી છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. જેના વિરુદ્ધમાં રાજસ્થાન અથવા અમદાવાદમાં કોઈ ગુના છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch