Fri,15 November 2024,5:54 pm
Print
header

વધુ એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ કરી હત્યા, સુરક્ષા એજન્સીઓએ શરૂ કર્યું ઓપરેશન- gujaratpost

જમ્મુ-કાશ્મીરઃ આતંકીઓએ વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરી નાખી છે, સફરજનના બગીચામાં કામ કરવા જઇ રહેલા આ પંડિતને આતંકીએ ગોરી મારી હતી, તેમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું મોત થઇ ગયું છે, સેનાએ આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

શોપિયાં જિલ્લામાં ચૌધરી ગુંડ વિસ્તારમાં કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણા ભટની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. સેનાના જવાનોએ આ વિસ્તારમાં આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. અગાઉ પણ આવી રીતે અનેક કાશ્મીરી પંડિતોની હત્યાઓ કરાઇ છે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો એક પછી એક હત્યાઓ કરાવી રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને પાછા વસાવવાના સરકારના પ્લાન સામે આતંકીઓ આવા કૃત્યો કરી રહ્યાં છે, અનેક કાશ્મીરી પંડિતોએ ફરી કાશ્મીર છોડી દીધું છે, મોદી સરકાર પણ આ બની ઘટનાઓ રોકવામાં નિષ્ફળ દેખાઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch