Sat,16 November 2024,3:31 pm
Print
header

Jammu Kashmir: બાંદીપોરામાં સુરક્ષાદળોના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ, પાંચ ઘાયલ- Gujarat post

આતંકીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો

ભારતીય સેના અને પોલીસ દળના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં આતંકીઓએ સુરક્ષાદળોના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. હુમલામાં આપણી સેનાના ચાર જવાનો ઘાયલ થયા છે.એક જવાન શહીદ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હુમલાખોર આતંકીઓને શોધવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના (Indian Army) બંનેએ છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ વિરુદ્ધ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું છે. જેને કારણે આતંકીઓની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે.આતંકવાદીઓએ હવે છુપાઈને હુમલા કરવાનું શરૂ કર્યું છે. હવે આતંકવાદીઓએ પોલીસના વાહનો પર ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું છે. સુરક્ષાદળોના કાફલા પર ફાયરિંગ કરાયું છે. જો કે ભારતીય સેના અને પોલીસ દળના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.

આ પહેલા ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં ડિસેમ્બરમાં આતંકીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. આતંકવાદીઓના હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા.એક અધિકારીએ જણાવ્યું કે 10 ડિસેમ્બરની સાંજે ગુલશન ચોક પર આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો.આ  ગોળીબારમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેઓ શહીદ થયા હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch