Fri,15 November 2024,4:52 am
Print
header

US: ટેક્સાસના શોપિંગ મોલમાં અંધાધૂંધ ગોળીબાર, 9 લોકોનાં મોત

ટેક્સાસઃઅમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની ઘટના ટેક્સાસની છે. શનિવારે ટેક્સાસના એલનમાં પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં 9 લોકોનાં મોત થયા હતા અને 7 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. બાદમાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. એલન પોલીસ વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે પોલીસ એલન પ્રીમિયમ આઉટલેટ્સ પર હાજર છે. હાલ તપાસ ચાલી રહી છે.

એલન પ્રીમિયમ આઉટલેટ્સ ડલ્લાસની ઉત્તરે એક આઉટડોર મોલ છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે એક પ્રત્યક્ષદર્શી બ્રેસન જોન્સને ટાંકીને જણાવ્યું હતું કે જોન્સ ચેમ્પ્સ સ્પોર્ટ્સ આઉટલેટ સ્ટોર પર તેની શિફ્ટ માટે વહેલો આવી ગયો હતો અને તે તેની કારમાં બેઠો હતો. ત્યાર બાદ 20 થી વધુ રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. લોકો દુકાનોમાંથી બહાર દોડી આવ્યાં હતા. એક અજાણી વ્યક્તિ તેની કાર તરફ દોડી ગઈ અને તેને દરવાજો ખોલવાનું કહ્યું હતુ અને પછી તે બંને ત્યાંથી ભાગી ગયા હતા.

એલન પોલીસ વિભાગે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લોકોને ફાયરિંગ એરિયામાં જવાનું ટાળવાની સલાહ આપી છે. શેરિફ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું કે મોલમાં કેટલાક પીડિતો છે. જો કે, તેમની સ્થિતિ જાણવા મળી નથી.મીડિયા સાથે વાત કરતા શહેરના પોલીસ વડા બ્રાયન હાર્વેએ કહ્યું કે બંદૂકધારી એકલો હતો અને તેને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો.જો કે, બાદમાં પોલીસ અધિકારીઓએ તેને ઠાર માર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch