આણંદઃ આંકલાવ પોલીસ સ્ટેશનના PI રાજદીપસિંહ વનાર રૂ. 40,000 ની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઇ ગયા છે. ફરિયાદીની ફેક્ટરીથી પ્રદૂષણ થતું હોવાની ધમકી આપીને લાંચ લેવામાં આવી હતી, આ પીઆઇએ પહેલા દોઢ ટનનું AC અને પછી રોકડ રકમની માંગ કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, ફરિયાદને આધારે ACB ની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું.જેમાં ફરિયાદી રૂપિયા 40 હજાર લઈને આંકલાવ પોલીસ સ્ટેશનમાં PI ની ચેમ્બરમાં પહોંચ્યાં હતા. ત્યારે લાંચની રકમ લેતા એસીબીની ટીમે વનારને ઝડપી લીધા હતા.
એસીબીની ટીમે લાંચની રકમ સ્થળ પરથી કબ્જે કરીને આરોપી પીઆઇની ધરપકડ કરી છે.ત્યારે જો તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ આપી શકો છો.














