Sun,30 June 2024,5:29 pm
Print
header

કેન્યાની સંસદમાં હજારો વિરોધીઓએ લગાવી આગ, ભારતે આપણા લોકો માટે એડવાઈઝરી જારી કરી

નૈરોબીઃ કેન્યામાં સરકારના પ્રસ્તાવિત ટેક્સ વધારાના વિરોધમાં હિંસક દેખાવો થઈ રહ્યાં છે. નૈરોબીમાં આ હિંસામાં 5 લોકોનાં મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. પૂર્વ આફ્રિકન દેશમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવેરા વધારા સામે હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ભારતે કેન્યામાં તેના નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને કામ સિવાય બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.

પોલીસે ટીયર ગેસ અને ગોળીઓ છોડી હતી

મંગળવારે કેન્યાની સંસદમાં હજારો લોકો ઘૂસી ગયા અને તેનો એક ભાગ સળગાવી દીધો તે પછી પોલીસે ટીયર ગેસ અને ગોળીઓ ચલાવી હતી. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ મંગળવારે હિંસા અને અરાજકતા સામે કડક વલણ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ભારતીય હાઈ કમિશને એડવાઈઝરી જારી કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી એડવાઈઝરીમા કેન્યામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે, હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્યામાં તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, બિન-જરૂરી બહાર ન નીકળે અને પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ઘરમાં રહે.

કેન્યામાં પોલીસની મદદ માટે સેના તૈનાત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસ, વોટર કેનન અને રબર બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમ્નેસ્ટી કેન્યા સહિત અનેક એનજીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને 31 લોકો ઘાયલ થયા છે.

દેખાવકારો રાષ્ટ્રપતિ રૂટો પર આરોપ લગાવી રહ્યાં છે

નોંધનીય છે કે કેન્યાની સંસદે ટેક્સ વધારવાનો પ્રસ્તાવ ધરાવતું વિવાદાસ્પદ બિલ પસાર કર્યાં બાદ કેન્યાની રાજધાની નૈરોબી અને દેશભરના અન્ય શહેરોમાં હિંસક અથડામણો અને પ્રદર્શનો થઈ રહ્યાં છે. દેખાવકારોએ કેન્યાના રાષ્ટ્રપતિ રૂટો પર 2022માં રાષ્ટ્રપતિ બન્યાં બાદ જનતા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. દેખાવકારોનો આરોપ છે કે રૂટોએ ગરીબોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે ટેક્સ ન વધારવા અને લોનની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારના નવા ફાઇનાન્સ બિલને સંપૂર્ણપણે ફગાવી દેવાની વાત કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch