Sun,17 November 2024,11:01 am
Print
header

નડિયાદમાં 6 લાખ રૂપિયામાં બાળકનો કર્યો સોદો, ત્રણ મહિલાઓએ વેચ્યું પણ ખરીદનાર પોલીસ નીકળી

ખેડા SOG એ છટકું ગોઠવીને કૌભાંડનો કર્યો પર્દાફાશ 

ખેડાઃ નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો ખેડા SOGએ પર્દાફાશ કરી દીધો છે. મહિલા PSI આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલે આ કૌભાંડ ઝડપી લીધુ છે. મહિલા PSI એ ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને બાળકોનો સોદો કરનાર ત્રણ મહિલાઓ સહિત ચાર મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાની ટોળકી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવીને બાળકનો જન્મ કરાવી નજીવી રકમ આપી બાળક મેળવી લેતા હતા, બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતા હોવાનો ખુલાસો થયો છે.

પોલીસને મળેલી બાતમીને આધારે નડિયાદના સંતરામ શાકમાર્કેટ નજીક માયા લાલજીભાઈ દાબલા પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવીને મોટી રકમની લાલચ આપી ડીલીવરી કરાવે છે. બાદમાં તેના બાળકને ઉંચી કિંમતમાં એજન્ટો મારફતે વેચાણ કરતી હોવાની માહિતી SOGને મળી હતી બાતમીને આધારે ખેડા SOGએ મહિલા PSI આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલની મદદ લીધી હતી. મહિલા PSI ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. 

માયાની સાથે અન્ય મોનીકા મહેશ શાહ અને પુષ્પા સંદિપ પટેલીયા હાજર હતા.આ પછી ડમી માતા બનીને ગયેલા મહિલા પીએસઆઇએ તેને એક બાળક જોઈએ છે તેવી વાત કરતાં આ ત્રણેય મહિલાઓએ થોડી વાર ઉભા રહો અમે બાળક આપીએ કહીને તેનો ભાવ 6 લાખ રૂપિયા નક્કી કર્યો હતો.પોલીસે રંગેહાથે કોડન કરી આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરી હતી.આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલા કંમ્ફ્રટ હોટેલમાં રોકાઈ હતી તેનું હતુ, તેણે પોતાનું નામ રાધિકા રાહુલ ગેડામ હોવાનું કબુલ્યું છે. પોલીસે આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch