Sat,16 November 2024,1:07 pm
Print
header

Big News- 75 લાખ રૂપિયાનો તોડ થયાનું સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું ! રાજકોટ CP મનોજ અગ્રવાલની બદલી- Gujarat Post

શું ભૂપેન્દ્ર પટેલ સરકાર બદલીથી જ સંતોષ માનશે ?

શું આગળ પણ ભ્રષ્ટાચારીઓ પર મોટી કાર્યવાહી કરાશે ?

આ તોડકાંડમાં સામેલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં.

રાજકોટઃ આખરે ભાજપ સરકારે રાજકોટના સીપી મનોજ અગ્રવાલની બદલી કરી નાખી છે, 75 લાખ રૂપિયાના તોડકાંડમા મનોજ અગ્રવાલ સામેનો તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યાં બાદ આજે આ કાર્યવાહી કરાઇ છે, મનોજ અગ્રવાલને સાઇડ પોસ્ટીંગ આપીને જૂનાગઢ SRP ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સીપાલ તરીકે મુકવામાં આવ્યાં છે. આ તોડકાંડના કેસની તપાસ આઇપીએસ વિકાસ સહાયે કરી હતી અને તેનો 200 પાનાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હતો. હાલમાં આઇપીએસ ખુર્શીદ અહેમદને રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

એક રીતે ભાજપ સરકારે પણ સ્વીકાર્યું કહેવાય કે 75 લાખ રૂપિયાનો તોડકાંડ થયો છે, ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલના આક્ષેપો સાચા કહી શકાય, મનોજ અગ્રવાલે ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને વેપારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાના આક્ષેપો હવે સાબિત થતા દેખાઇ રહ્યાં છે, રાજકોટ પોલીસ પર જમીનોના કામોમાં પણ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાંના અનેક આરોપ થયા છે. જેમાં ભાજપના જ નેતાઓએ તપાસની માંગ કરી હતી, ગોવિંદ પટેલ બાદ સાંસદ રામભાઇ મોકરિયાએ પણ આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ સરકારે માત્ર બદલી કરીને જ સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે, આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં ભાજપ સરકારને ઘેરી શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch