Sun,30 June 2024,5:36 pm
Print
header

અંબાજીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાયાં

અંબાજીઃ રાજ્યમાં વરસાદની શરૂઆત થતા મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. બપોર બાદ યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક દુકાનોમાં મોટું નુકસાન થયું છે.

સુરતમાં બે દિવસના બફારા બાદ આજે બપોર બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વડોદરા, પાલનપુર, જૂનાગઢ, ગોંડલ, કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બનતા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, દીવ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાની સંભાવના વ્યક્ત કરી છે. જેથી લઇને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 10 કલાકમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કોડીનારમાં 4 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૂત્રાપાડા, મેંદરડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. વેરાવળ, ઈડરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડા, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ અને જૂનાગઢમાં 1 ઈંચ, દિયોદર, કેશોદ અને તાલાલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch