Thu,19 September 2024,9:48 pm
Print
header

હરદોઈમાં ઝૂપડાં પર રેતી ભરેલા ટ્રકે મારી પલટી, એક જ પરિવારના 8 લોકોનાં મોત- Gujarat Post

લખનઉઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હરદોઈ જિલ્લાના (Hardoi News) મલ્લવાન કોતવાલી વિસ્તારમાં ઉન્નાવ રોડ પર એક રેતી ભરેલી ટ્રક (truck carrying sand overturned) નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી અને રસ્તાની બાજુની ઝૂંપડી પર પલટી ગઈ હતી. આ ઘટનામાં ઝૂંપડામાં સૂઈ રહેલા ચાર માસૂમ બાળકો સહિત આઠ લોકોના ( 8 members of the same family died) મોત થયા હતા.

મૃતકોમાં દંપતી, તેમના ચાર બાળકો અને એક જમાઈનો સમાવેશ થાય છે. એક બાળકી પણ ઘાયલ છે. મલ્લવાન શહેરમાં ઉન્નાવ રોડ પર ચુંગી નંબર 2 પાસે નાટ સમૂદાયના લોકો રસ્તાની બાજુના ઝૂંપડાઓમાં રહે છે. મંગળવારે મધરાત બાદ કાનપુરથી હરદોઈ જઈ રહેલી રેતી ભરેલી ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ અને અવધેશ ઉર્ફે બલ્લાની ઝૂંપડી પર પલટી ગઈ હતી.

આ અંગેની માહિતી મળતાં પોલીસે સ્થાનિક લોકો અને જેસીબીની મદદથી ટ્રકને સીધી કરીને રેતી કાઢી હતી, પરંતુ ત્યાં સુધી અવધેશ ઉર્ફે બલ્લા (ઉ.વ.45), તેની પત્ની સુધા ઉર્ફે મુંડી (ઉ.વ.42), પુત્રી સુનૈના (ઉ.વ.11) , લલ્લા (ઉ.વ.5), બુદ્ધુ (ઉ.વ.4), હીરો (ઉ.વ.22), કરણ (ઉ.વ.25), કોમલ ઉર્ફે બિહારી (ઉ.વ.5)નું મૃત્યુ થયા હતા.

આ ઘટનામાં અવધેશની પુત્રી બિટ્ટુને ઈજાઓ થઈ હતી. તેમને સામૂદાયિક આરોગ્ય કેન્દ્ર મલ્લવનમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે બિલગ્રામ કોતવાલી વિસ્તારના છિબ્રામાઉના રહેવાસી ટ્રક ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લીધા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch