દ્રઢાગ્રહી માણસ જડા ગ્રહી ન હોવો જોઈએ, એ જળા ગ્રહી હોવો જોઈએ : મોરારી બાપુ
ગ્રહણ કરવું, ધૈર્ય રાખવું એ પૃથ્વીનો વિશેષ ગુણ છે. તુલસીદાસના માનસમાં સબની પ્રાધાન્યતા છે પ્રિય બાપુ દ્વારા સહજ રીતે થઈ રહેલી સ્વસ્તિક યાત્રા ગઈકાલે સૌર્યભૂમિ ઝાંસીની ભૂમિ પર પહોંચી હતી. સાતમા પડાવ પર પહોંચેલી આ દિલ જોડવાની યાત્રામાં સૌ કથાપ્રેમીઓ અને બાપુપ્રેમીઓને અઢળક આનંદ અને પ્રસન્નતા મળી રહી છે. સૌ ફ્લાવર્સને યાત્રા સહેજે પણ દુર્ગમ નથી લાગી રહી પણ સુગમ અને સુમનની અનુભૂતિ કરાવી રહી છે.
ઝાંસીની રાણી - વીરાંગના લક્ષ્મીબાઈના સમર્પણ શૌર્યાકિંત ભૂમિ પરના કથાના પ્રેમમય સંવાદને આગળ ધપાવતા બાપુએ કહ્યું કે, રાષ્ટ્રીય ચેતનાથી સભર આ ભૂમિ પર માનસ ભારત સ્વસ્તિક યાત્રા થોડાક કલાકો માટે આવી છે ત્યારે નવરાત્રિના મા જગદંબાની ભક્તિના દિવસો ચાલી રહ્યાં છે. એક વીરાંગના રાણી લક્ષ્મીબાઈની ચેતનાને વંદન કરું છું. કથા પૂર્વે વંદે માતરમનું ગાન થયું હતું. બાપુ સહિત મનોરથી પરિવારના સદસ્યો (મદનલાલ પાલીવાલ પરિવાર) અને કથા પંડાલના સૌ કથાપ્રેમીઓએ સાવધાનની ભૂમિકામાં ઊભા રહીને ભારતમાતાની પ્રાર્થનામાં જોડાયા હતા.
સ્વસ્તિક આધી દૈવિક સંદર્ભે સંવાદ કરતા પ્રિય બાપુ એ કહ્યું હતું કે, સ્વસ્તિકનો એક અર્થ કલ્યાણ છે. સ્વસ્તિકમાં ચતુષ્કલ છે. ચતુષ્પદ છે. તો આ ચતુષ્પદ શું છે ? મારી દ્રષ્ટિએ આ ચાર માર્ગ છે (1) દેવમાર્ગ (2) પિતૃમાર્ગ (3) ગુરુમાર્ગ (4) સૂર્યમાર્ગ દેવમાર્ગ એટલે દિવ્યમાર્ગ અને આ દિવ્યમાર્ગ એટલે સત્ય પ્રેમ કરુણાનો માર્ગ, સત્ય વિચાર, ઉચ્ચાર અને આચાર, એ પણ પ્રિય સત્ય, બીજાનું શુભ કરનાર સત્ય. એટલુ જ નહીં પણ બીજાના સત્યનો સ્વીકાર કરવો. આપણે મોટાભાગે આપણા સત્યનો આગ્રહ કરીએ છીએ. અન્યના સત્યનો સ્વીકાર નથી કરતા ! ભગવદમાં કહ્યું છે કે, સત્યમ પરમ ધીમહિ બીજું પ્રેમ માર્ગ, પ્રેમ કરનાર જે માર્ગે ચાલે એ માર્ગે દિવ્ય માર્ગ બની જાય છે.

















